Saturday, 13 July 2019

પુસ્તક સમીક્ષા:"મળેલા જીવ"

              શીષૅક: મળેલા જીવ
પ્સ્તાવના
   પન્નાલાલ પટેલ ના પુસ્તક માટે પ્રસ્તાવના લખવા માટે લેખક થોડું ભય પમાડનારુ કામ સમજે છે. તેમના ભયને ઉમાશંકર એ વિગતો પૂછાવીને તેમનો જવાબ મળ્યો. અને પન્નાલાલ પટેલ એ પોતાના ભૂલ માંથી પણ બચીને જવાબ પ્રસ્તુત કરે છે.
          પન્નાલાલ પટેલ વિવેચકો ને સલાહ આપતા જોઈ શકાય છે. તેઓ કહે છે કે કૃતિ અને માત્ર કૃતિ નું જ મહત્વ સાહિત્યરસિકો ના મનમાં તો વસવું જોઈએ.
મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે.
મળેલા જીવ  લેખકપન્નાલાલ પટેલઅનુવાદકરાજેશ આઈ. પટેલદેશભારતભાષાગુજરાતીપ્રકારનવલકથાપ્રકાશકસંજીવની પ્રકાશનપ્રકાશન તારીખ૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪માં)પાનાંઓ૨૭૨ (ગુજરાતી આવૃત્તિ, ૨૦૪)ISBN978-93-80126-00-5OCLC ક્રમાંક21052377દશાંશ વર્ગીકરણ891.473
કથાસાર
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.
મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.
સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.
મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.
લેખન  શૈલી
                મારા મંતવ્ય મુજબ લેખન શૈલી સાહિત્યક છે. અને આ પુસ્તક ને સાધારણ માણસ પણ પુસ્તક વાચી શકે 
તેવી લેખકની લેખન શૈલી છે. એવું હું માનું છું.
                કેમ કે લેખક પન્નાલાલ પટેલ એ પોતાની બધી રચનાઓ પ્રાદેશિક છે. જે લોકો માટે સરળ રીતે વાચી શકે છે.
સાંપ્રત સમય સાથે અનુબંધ:
                  પનાલાલ પટેલ ના પુસ્તક મળેલા જીવ સાપરા સમય સાથે અનુબંધ ધરાવતું નથી. તે સમયનો પ્રેમનું આલેખન જોઈ શકાય છે. જે બીજી નાતના વ્યક્તિ સાથે પરણી નહી શકે. પરંતુ આજના સમયમાં તેમ નથી. થોડુંક બદલાયેલું છે. એવું મને લાગે છે.    
પુસ્તકમાં ગમતી બાબતો:
                  પન્નાલાલ પટેલ ની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પોતાની પ્રેમીકાને જે ગાડી થઈ ગઈ છે. તેને જોઈને નાયક કાનજી તેને પોતાની સાથે લઈ જાય છે. તે વાત મારા હૃદયને સ્પર્શી એવું મને લાગે છે.
મળેલા જીવ ના પાત્રો:
                    પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં બહુ થોડા પાત્રો દ્વારા બહુ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી છે. તે મને બહુ ગમે છે. કાનજી ,  જીવી, ધૂળો, ભગત, હીરા વગેરે પાત્રો અત્યંત ઉઠાવદાર બન્યા છે.
પુસ્તકની વિશેષતા:
                       પન્નાલાલ પટેલની મળેલા જીવ ની વિશેષતા મને નવલકથાના અંતે નાયક કાનજી જે ગાડી થયેલી પોતાની પ્રેમિકાને પોતાની સાથે લઈ જાય છે. આ પુસ્તક કંઈક અલગ વિશેષ તરી આવે એવું આ ઘટના મને લાગે છે.     

પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પુસ્તક માં ગમતી બાબતો

3 comments:

  1. Tamari book review mane kam avi ..
    Thank you v
    Mara teacher ae koi pan book nu review karvanu kayu hatu..
    But mane h.w and reading thi time nathi malto
    Once again thank you bhai/ ben.

    ReplyDelete
  2. મળેલા જીવ નવલકથા માં કાનજી મને નમાલો તેમજ સ્વાર્થી લાગે છે. પોતાના પ્રિય પાત્ર ને આટલી હેરાન થતી જોઈને પણ એ કઈ જ નથી કરતો! જયારે ગાંડી જીવીને લઇ જાય છે ત્યારે બહુ મોડું થઇ ગયું છે. એના કહેવાથીજ જીવી બીજાને પરની હતી, અને દુઃખી થઇ હતી. જીવોનો પ્રેમ કાનજી કરતા ક્યાંય ચડી જાય !
    પણ કહેવું પડે લેખકની સક્ષમતાને ! શું ગજબનું કામણ વાચકો ઉપર કરે છે!
    મેં આ નવલકથા ઈ.સ.૧૯૮૨ માં વાંચી હતી . પણ એનો જાદુ હજી પણ મન પર છે. આવા પ્રેમ પંખીડા શાયદ આજ જોવા ન મળે! Dt. 1.11.2021

    ReplyDelete