Saturday, 13 July 2019

ચિત્ર વાર્તા અને સમીક્ષા

વાર્તાની પસંદગી:
            પ્રસ્તુત વાર્તા મને પસંદ આવી કેમ કે આ વાર્તા મારા બાળપણને યાદ અપાવે છે. અને મને જે બાળપણ અનુભવ થયેલા હતા એવું આ પ્રસ્તુત વાર્તા દ્વારા મને થાય છે. તેથી હું આ વાર્તા પસંદ કરી.
              કેન્દ્રવતી માળખું
પ્રસ્તુત વાર્તા નું શરૂઆત: 
              પ્રસ્તુત વાર્તાનું શરૂઆત રામપુર નામનું એક ગામ હતું. ગામની બહાર એક વડ. વિશાળ અને ઘેધુર. લાંબી લાંબી ઝૂલતી વડવાઈઓ જાણે નાનો કબીરવડ. આ વડ ઘણા નું વિશ્રામ સ્થાન.
                વડ પર જાત જાતના પક્ષીઓ રહે. કોયલ, હોલો, કાબર, કબુતર, મોર, ચકલીઓ, પોપટ જેવા ઘણા. આવતા અને વિશ્રામ લેતા હતા. તેમજ દૂર એક નાનું તળાવ હતું. તળાવમાં બતક રહે. બતકો પણ ક્યારેક વડલા નીચે આવે. તળાવના બગલા પણ વડ પર બેસે. આવડ પર ચાર પાંચ વાંદરાઓ અને ખિસકોલીઓ પણ રહે છે. વડતી થોડે દૂર ગામ ની શાળા રીસેસમાં શાળાના બાળકો વડની નીચે આવે. નાસ્તો કરે અને રમે પણ છે. ક્યારેક વડવાઈઓ પકડી ને
ઝૂલે છે. ક્યારેક પક્ષીઓ, વાંદરા તથા ખિસકોલી ને ખાવાનું પણ આપે છે. બાળકો અને બધા વચ્ચે પાક્કી દોસ્તી પણ થાય છે.
                  આમ વાર્તા નો શરૂઆત ખૂબ જ સુંદર રીતે લેખકે વર્ણવ્યું છે. શરૂઆત એ આનંદમય લાગે છે.
પ્રસ્તુત વાર્તા નું મધ્ય
                   પ્રસ્તુત વાર્તા વડલો ના મધ્યમાં અચાનક જે એક મુસીબત આવી પડી છે. એક મોટી સડક બની રહી હતી. હા સડકની વચ્ચે આ વડ આવતું હતું. તેથી સરકારે નક્કી કર્યું કે વડ કાપી નાખવો! વડ પર રહેતા સૌમાં ફફડાટ બેસી ગયો. હવે કરવું શું? વર્ષોથી વડ પર  રહીને હવે જવું ક્યાં? મોટી સડક પરથી ભારે તથા મોટા વાહનો પસાર થશે. કેટલાંક અવાજ તથા વાયુનું પ્રદૂષણ! નાના નાના બાળકો ક્યાં રમશે? અનેક સમસ્યા બધાની સામે હતું. વડ વાસીઓ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો.
                    વડની નીચે બધા પક્ષીઓ ભેગા થયા. સૌના મો પર એક ચિંતા આપણું શું થશે? કોઈ પાસે આ મુસીબતમાંથી બચવાનો ઉપાય છે? કાગડા અને વાંદરાએ કહ્યું:" સરકારને વડ કાપવા જ ન દેવો. વડ કાપવા આવે તો તેઓ પર હુમલો કરીને ભગાડી દેવા!"
                      કોયલ બોલી અરે સાંભળો! મનુષ્યની સામે આપણી શક્તિ કામ ન આવે. હું તો કહું છું.કે "ગાંધીબાપુ" જ આ મુસીબતનો ઉપાય બતાવે. સૌએ મોરને ગાંધી બાપુ કહે. ઓછું બોલે સાચું બોલે. સત્યના માર્ગે ચાલે. ખોટું કરી નહીં અને કરવા પણ ન દે. સાદગીથી રહે. ભારે બુદ્ધિશાળી મોર સૌને પ્રિય પણ ખરો. એટલે જ મોરને ગાંધી બાપુ કહે. મોર બોલ્યો
" મુસીબતમાંથી બચવા નો રસ્તો તો છે. હું કહું તેમ કરો તો બચી શકાય. શાંતિ અને અહિંસા એકતા અને સંપ.
સૌ સહમત થયા. મોર જેમ કહે તેમ કરવા તૈયાર થઈ ગયા.
પ્રસ્તુત વાર્તા નો અંત
                    પ્રસ્તુત વાર્તા નો અનંત વડ કાપવાનો દિવસ આવી પહોંચ્યો. વડ કાપવા મોટી મોટી કરવતો અને મશીનો સાથે માણસો આવ્યા. શાળામાંથી બાળકો પણ દોડતા આવ્યા. વડ કાપવા ની તૈયારી થઈ ગઈ. અચાનક જ અજબનું કૌતુક થયું! સેંકડો પક્ષીઓ નીચે ઉતરી આવ્યા અને આજુબાજુના પક્ષીઓ મદદથી આવ્યા અને બધા જ પક્ષીઓ વડ ને ચીપકીને બેસી ગયા. વાંદરો અને ખિસકોલીઓ વડવાઈઓ ને ચીપકીને બેસી ગયા. સૌ શાંત. કોઈ ન હલન ચલન શાંતિ અને અહિંસા. વડ કાપનાર ઓ ડઘાઈ ગયા. તેઓને સમજાયું નહીં કે અચાનક આ શું થયું? આવું મશીનો મૂકીને દૂર હટી ગયા. બાળકોને તો આ જોવાની મજા પડી. બધા પક્ષીઓ મદદ તે આવ્યા. અને એકબીજા ના હાથ ની સાંકળ રચી વડને વીટળાઈ વળ્યા.
                   મોર કળા કરતો સૌની આગળ આવીને ઉભો રહી ગયો. જાણે કહેતો હોય લો કાપો હવે વડ.
વડ કાપનાર ઓ એ સૌને હટાવવા ખૂબ કોશિશ કરી. ડરાવ્યા. ધમકાવ્યા જોરજોરથી અવાજો કર્યા. તોપણ બધા હટે નહીં કલાકો વીતી સાંજ પડી. ન પક્ષીઓ હટ્યા કે ન બાળકો તેવું ના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. સરકારના અધિકારીઓ પણ દોડી આવ્યા. સૌ પક્ષી અને બાળકોનો આ અનોખો સત્યાગ્રહ જોઈને અચંબિત થઈ ગયા હતા. અંતે સરકારે વડ કાપવાનો નિર્ણય રદ કર્યો. અને સડક બીજે થી લઈ જવાનું નક્કી કર્યું. પછી ન રહી શાંતિ કે ધીરજ. પક્ષીઓ બાંદ્રા વો અને બાળકોના કોલાહલથી આખું વાતાવરણ ગાજી ઊઠ્યું. વિજયની ખુશીમાં સૌનાચી ઊઠ્યા. વાંદરા ભાઈઓએ તો મોરને ખભા પર ઉચકી લીધો અને સૌ બોલી ઉઠ્યા" ગાંધી બાપુ ની જય! ગાંધી બાપુ ની જય!"
                    વાર્તાકથન નો દ્રષ્ટિકોણ
                  મારા મન મુજબ પ્રસ્તુત વાર્તા' વડલો' એ તૃતીય પુરુષ દ્રષ્ટિકોણનો છે. પ્રસ્તુત વાર્તા વડલો વાર્તાકથન એ લેખક પોતે જ લખે છે. આ વાર્તા એક કાલ્પનીક ઘટના છે. લેખક વાર્તા સુંદર રીતે લખ્યું છે. લેખકે વાર્તામાં એક સુંદર વિચાર રજૂ કર્યો છે. કે જ્યારે આપણે એક થઈને કોઈ કાર્ય કરીએ તો વિજય થઈ એ.
                     જીવનમૂલ્યો
                 પ્રસ્તુત વાર્તા' વડલો' માં જીવનમૂલ્યો ખૂબ જ સારી રીતે લેખકે વર્ણવ્યું છે. આ વાર્તા કાલ્પનિક હોવા છતાં પણ તેમાંથી જે જીવનમૂલ્યો પ્રગટ થાય છે તે ખૂબ જ ઉચ્ચ છે. જે આ વાર્તા પ્રગટ થાય તે માનવી એ અપનાવે તો તેના જીવનમૂલ્યો ખૂબ જ વધે છે. એવું હું માનું છું. જે રીતે આ વાર્તામાં એક મુસીબતના સમયે એકબીજાના સાથે મળીને અહિંસા અને સત્યના માર્ગે બધા પક્ષીઓ અને પ્રાણીઓ મળીને જે રીતે વડ ને બચાવવા માટે જે રીતે અહિંસાના માર્ગે જાય છે. અને વિજય મેળવે છે.
               જ્યારે સરકારે વડ આપવાનો નિર્ણય રદ કર્યા અને સડક બીજે થી લઇ જવાનું નક્કી કર્યું. ત્યારે પછી ન રહી શાંતિ કે ધીરજ પક્ષીઓ વાંદરાઓ અને બાળકોનો કોલાહલથી આખુ વાતાવરણ ગાજી ઉઠયું. વિજયની ખુશીમાં સૌ નાચી ઉઠયા અને ઘટના પરથી આપણે જીવનના મૂલ્યો ખૂબ સારી રીતે જોઈ શકાય છે.
                    શૈક્ષણિક વિચાર
                પ્રસ્તુત વાર્તા વડલા માં જે શૈક્ષણિક વિચાર રજુ થાય છે. તે આ છે. કે વૃક્ષનું જો આપણે નુકસાન કરીએ તો આપણો સમાજનો પણ નુકસાન થશે. અને જો વૃક્ષ ઘટે તો વાતાવરણમાં પ્રદૂષણથી બગડી જશે. તેમજ કોઈપણ દુઃખ સમસ્યાના સમયે એક સાથે સત્યના માર્ગે ચાલીએ તો વિજય થઈ શકીએ.: 

No comments:

Post a Comment