Sunday, 14 July 2019

શિક્ષણ સંબંધી લેખની સમીક્ષા

આંતરિક સમીક્ષા શીર્ષક: ગ્રામીણ યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું કેમ?
                      શરૂઆત
                  પ્રસ્તુત લેખમાં 2009માં સરકારે બનાવેલી રાઇટ ટુ એજ્યુકેશન એક હોવા છતાં યુનિસેફના સર્વેક્ષણ પ્રમાણે છોકરીઓની ભણતર ની સંખ્યા ઘટી રહી છે. ખાસ કરીને દસ વરસથી પંદર વર્ષની ઉંમરે દીકરીઓ ભણવામાંથી ઊઠી જાય છે. આ હકીકતને સમજવા માટે આપણને હકીકતને અનુરુપ કેટલા દિવસ જોઈએ.
                   રાજસ્થાનના ગંગાનગર પાસે આવેલા ગામમાં રહેતી અને તેની સહેલી પાસેના મોટા ગામમાં માધ્યમિક શાળામાં જતા હતા. રસ્તામાં ભટકે છોકરાઓ તેમની મશ્કરી કરતા અને ચેનચાળા કરતાં વગેરે ની મા અને તેની સહેલી તે સહન કરી લેતા કારણકે ઘરે ખબર પડે તો નિરમા અને તેની સહેલી નું ભણવાનું બંધ થઈ જાય. નીમા આઠમા ધોરણ માં ભણતી હતી.ટમૅ પુરી થવાની થોડા સમય બાકી હતો અને તેમના માતા-પિતાને આ જવા આવવાની મુશ્કેલી ની ખબર પડી અને તેને ઉઠાવી મૂકવામાં આવ્યા.
                   આમ આપણને આજનું વાસ્તવિક ચિત્ર જોઇ શકાય છે. કે આજે પણ છોકરીઓને ભણાવવામાં આવતા નથી. તેમ છતાં ભણાવવામાં આવે તો તેના વિરોધ ઘણા બધા અવરોધો પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં રહેતી આનંદીને ભણવું છે. તેની માતા ઘણા ઘણા બધા કામ કરીને પૈસા કમાવે છે. અને ભેગા કરે છે. આનંદી ના ગામમાં રીતસરની શાળા જ નથી. અહીં ત્રણ ક્લાસ વચ્ચે માંડ એક શિક્ષક હોય છે. અહીં પુરી યોગ્ય વોશરૂમ ની પણ સગવડ નથી જેમાં છોકરીઓ પિરિયડસ અને સામાન્ય સંજોગોમાં બાથરૂમ જઈ શકે તેમ નથી.
                 આમ, પ્રસ્તુત લેખમાં જોઈ શકાય છે. સમાજના પરિસ્થિતિ કે પારિવારિક રૂઢિ કો પણ જવાબદાર બનતા હોય છે. કે યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
                    મધ્ય
                   પ્રસ્તુત લેખમાં જોઈ શકાય છે કે અનેક પ્રકારના કારણોથી છોકરીઓને ભણાવવામાં આવતું નથી. જેમકે મ્યુનિસિપલ શાળામાં સરખું ભણાવતા નથી. આસપાસના વાતાવરણ ખરાબ છે. છોકરીઓને તો લગ્ન જ કરવાનું પછી ભણીને હું કરવાનું? ઘેરે રહેતો કામમાં તો મદદ કરે. ભારતીય આધુનિકાઓ ભણવામાંથી કેમ ઉઠી જાય છે. અને દીકરીઓના ભણવાની સંખ્યા કેમ ઓછી થઈ રહી છે. તેના જવાબ આ દૃષ્ટાંત માંથી જ મળી જાય છે. સવિસ્તૃત રીતે જોઈએ તો 13થી 18 વર્ષ ની દીકરીઓ ભણવામાં પાછી પડે અને ડ્રોપ આઉટ થાય છે. તેના અનેક કારણો છે.
                  સૌ પ્રથમ તો આપણા સામાજિક માઈન્ડ સેટ અને વિચારસરણીનો છે. શહેરમાં શિક્ષિત અને બૌધીક વર્ગમાં વિચારસરણી સુધરી છે. પરંતુ શહેરના સામાન્ય વર્ગમાં તેમજ અંતરિયાળ ગામડામાં હજુ યુવતીઓ માટે મોભીઓ એ જ માઈન્ડ સેટ ધરાવે છે. કે યુવતીઓને માટે સર્વસ્વ એટલે લગ્ન. લગ્ન કરીને ઠરીઠામ થવું કુટુંબને સંભાળવું ને બાળકોને જન્મ આપવો હજુ યુવતીઓની ઘરની ચાર દીવાલ માંથી મુક્તિ મળી નથી.
                 આમા માઈન્ડ સેટ ને કારણે લગભગ શહેરના સામાન્ય મધ્યમ વર્ગ અને અંતરિયાળ ગામડાના કુટુંબમાં 12 18 વર્ષની દીકરીઓને ઉઠાવી મૂકવામાં આવે છે.
                આમ પ્રસ્તુત લેખમાં સમાજની વિચારસરણી એવી હોય છે. એ છોકરીઓ મોટી થાય છે. તે છોકરીઓ મોટી થયા એટલે ઘરકામ શીખે અને માતા જ્યાં કામ કરતી હોય ત્યાં તેમને મદદ કરે. ટૂંકમાં માને કામમાં હાથ બટાવે એટલે માતાને રાહત થાય. શામલી ભણવા માંગતી હોવા છતાં આ કારણસર જ કમલી એ તેને શાળામાંથી ઉઠાવી મૂકી. આવા અનેક દાખલાઓ આપણને શહેરમાં અને ગામડાઓમાં જોવા મળે છે. આ માતા-પિતા શહેરમાં અને ગામડામાં જોવા મળે છે.
                    અંત
                  પ્રસ્તુત લેખમાં માતા-પિતાની એવી દલીલ પણ હોય છે. કે અમારી દીકરીઓ પાસે આર્થિક ઉપાર્જન કરાવવું નથી. આથી લાંબુ ભણાવવાની જરૂર નથી. રોજીંદુ થોડું લખી વાંચી શકે એટલે બસ આ દલીલ ને કારણ 12 વર્ષ થી 18 વર્ષની ઉંમર ની દીકરીઓ ભણાવવામાં થી ઉઠાવી લેવામાં આવે છે. તેમજ ગામડામાં શાળાઓ બધા જ ગામમાં હોતા નથી. આથી બીજા કામે જતા છોકરીઓને લોફર છોકરાઓ ની મશ્કરી અટકચાળા સહન કરવી પડે છે. સુરક્ષા ના અભાવે પણ છોકરીઓને શાળાનું ભણતર છોડવું પડે છે.
                     લેખિકા નો દ્રષ્ટિકોણ
                  પ્રસ્તુત લેખનાં લેખિકા નો દ્રષ્ટિકોણ એ તૃતીય પુરુષ દ્રષ્ટિકોણ છે. લેખિકાએ સમાજ માં જે પરિસ્થિતિના કારણે યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું કેમ છે તેનું સુંદર વર્ણન તેમણે કરી છે. લેખિકાએ સમાજ મા બનતા બનાવો નો દ્રષ્ટાંત આપીને લેખને લેખિકાએ સમજાવી છે.
                    ભાષાશૈલી અને વલણ
                   પ્રસ્તુત લેખનાં લેખિકા નો ભાષાશૈલી અને વલણ એ સરળ અને તમામ વર્ગના લોકોને સમજી શકાય તેવા તેમનું ભાષાશૈલી છે. જે વ્યવાહારુ ભાષાના ઉપયોગ છે. જેથી આપણને આ લેખ એ સહેલાઇથી સમજાય છે. કે આજે પણ છોકરીઓને ભણાવવામાં આવતા નથી. તેવું કારણ છે સમાજમાં રીતિરિવાજો કે રૂઢિ ઓ જોઈ શકાય છે.
                  વર્તમાન શિક્ષણ સાથે સુસંગતતા
                   પ્રસ્તુત લેખ એ વર્તમાન સમય સાથે સુસંગતતા ધરાવે છે. કારણકે આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓને ભણાવવામાં આવતા નથી. અને તેમને ઘરમાં રાખી મુકવાનું વલણ જોવા મળે છે. આજના વાસ્તવિક સમયમાં પણ સ્ત્રીઓ માટે ભણવાનું સપનું અઘરું રહે છે. કારણ કે તેમાં સમાજનું વલણ અને વર્તમાન સમયમાં જે સ્ત્રીઓ વિરોધ થતાં શોષણ પણ કારણ બને છે.
                    સામાજિક સુસંગતતા
                   પ્રસ્તુત લેખ એ સામાજિક સુસંગતતા ધરાવે છે. પ્રસ્તુત લેખમાં જોઈ શકાય છે. કે આજના સમાજમાં પણ સ્ત્રીઓ માટે શિક્ષણ એ સુલભ રીતે મળતું નથી. અને સ્ત્રીઓને ઘરની અંદર રાખી મુકવાનું વલણ જોવા મળે છે. સ્ત્રીઓના શિક્ષણ તેમની સુરક્ષા અને માન્યતા વગેરેને કારણે તેઓને ભણાવવામાં આવતું નથી.
                 સમાજનો માઈન્ડ સેટ હોય છે. યુવતીઓને ઘરની ચાર દીવાલ માં જ રહેવું જોઈએ. અને પોતાના કુટુંબને સંભાળવું અને બાળકોને જન્મ આપવો.

Saturday, 13 July 2019

ચિત્ર વાર્તા અને સમીક્ષા

વાર્તાની પસંદગી:
            પ્રસ્તુત વાર્તા મને પસંદ આવી કેમ કે આ વાર્તા મારા બાળપણને યાદ અપાવે છે. અને મને જે બાળપણ અનુભવ થયેલા હતા એવું આ પ્રસ્તુત વાર્તા દ્વારા મને થાય છે. તેથી હું આ વાર્તા પસંદ કરી.
              કેન્દ્રવતી માળખું
પ્રસ્તુત વાર્તા નું શરૂઆત: 
              પ્રસ્તુત વાર્તાનું શરૂઆત રામપુર નામનું એક ગામ હતું. ગામની બહાર એક વડ. વિશાળ અને ઘેધુર. લાંબી લાંબી ઝૂલતી વડવાઈઓ જાણે નાનો કબીરવડ. આ વડ ઘણા નું વિશ્રામ સ્થાન.
                વડ પર જાત જાતના પક્ષીઓ રહે. કોયલ, હોલો, કાબર, કબુતર, મોર, ચકલીઓ, પોપટ જેવા ઘણા. આવતા અને વિશ્રામ લેતા હતા. તેમજ દૂર એક નાનું તળાવ હતું. તળાવમાં બતક રહે. બતકો પણ ક્યારેક વડલા નીચે આવે. તળાવના બગલા પણ વડ પર બેસે. આવડ પર ચાર પાંચ વાંદરાઓ અને ખિસકોલીઓ પણ રહે છે. વડતી થોડે દૂર ગામ ની શાળા રીસેસમાં શાળાના બાળકો વડની નીચે આવે. નાસ્તો કરે અને રમે પણ છે. ક્યારેક વડવાઈઓ પકડી ને
ઝૂલે છે. ક્યારેક પક્ષીઓ, વાંદરા તથા ખિસકોલી ને ખાવાનું પણ આપે છે. બાળકો અને બધા વચ્ચે પાક્કી દોસ્તી પણ થાય છે.
                  આમ વાર્તા નો શરૂઆત ખૂબ જ સુંદર રીતે લેખકે વર્ણવ્યું છે. શરૂઆત એ આનંદમય લાગે છે.
પ્રસ્તુત વાર્તા નું મધ્ય
                   પ્રસ્તુત વાર્તા વડલો ના મધ્યમાં અચાનક જે એક મુસીબત આવી પડી છે. એક મોટી સડક બની રહી હતી. હા સડકની વચ્ચે આ વડ આવતું હતું. તેથી સરકારે નક્કી કર્યું કે વડ કાપી નાખવો! વડ પર રહેતા સૌમાં ફફડાટ બેસી ગયો. હવે કરવું શું? વર્ષોથી વડ પર  રહીને હવે જવું ક્યાં? મોટી સડક પરથી ભારે તથા મોટા વાહનો પસાર થશે. કેટલાંક અવાજ તથા વાયુનું પ્રદૂષણ! નાના નાના બાળકો ક્યાં રમશે? અનેક સમસ્યા બધાની સામે હતું. વડ વાસીઓ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો.
                    વડની નીચે બધા પક્ષીઓ ભેગા થયા. સૌના મો પર એક ચિંતા આપણું શું થશે? કોઈ પાસે આ મુસીબતમાંથી બચવાનો ઉપાય છે? કાગડા અને વાંદરાએ કહ્યું:" સરકારને વડ કાપવા જ ન દેવો. વડ કાપવા આવે તો તેઓ પર હુમલો કરીને ભગાડી દેવા!"
                      કોયલ બોલી અરે સાંભળો! મનુષ્યની સામે આપણી શક્તિ કામ ન આવે. હું તો કહું છું.કે "ગાંધીબાપુ" જ આ મુસીબતનો ઉપાય બતાવે. સૌએ મોરને ગાંધી બાપુ કહે. ઓછું બોલે સાચું બોલે. સત્યના માર્ગે ચાલે. ખોટું કરી નહીં અને કરવા પણ ન દે. સાદગીથી રહે. ભારે બુદ્ધિશાળી મોર સૌને પ્રિય પણ ખરો. એટલે જ મોરને ગાંધી બાપુ કહે. મોર બોલ્યો
" મુસીબતમાંથી બચવા નો રસ્તો તો છે. હું કહું તેમ કરો તો બચી શકાય. શાંતિ અને અહિંસા એકતા અને સંપ.
સૌ સહમત થયા. મોર જેમ કહે તેમ કરવા તૈયાર થઈ ગયા.
પ્રસ્તુત વાર્તા નો અંત
                    પ્રસ્તુત વાર્તા નો અનંત વડ કાપવાનો દિવસ આવી પહોંચ્યો. વડ કાપવા મોટી મોટી કરવતો અને મશીનો સાથે માણસો આવ્યા. શાળામાંથી બાળકો પણ દોડતા આવ્યા. વડ કાપવા ની તૈયારી થઈ ગઈ. અચાનક જ અજબનું કૌતુક થયું! સેંકડો પક્ષીઓ નીચે ઉતરી આવ્યા અને આજુબાજુના પક્ષીઓ મદદથી આવ્યા અને બધા જ પક્ષીઓ વડ ને ચીપકીને બેસી ગયા. વાંદરો અને ખિસકોલીઓ વડવાઈઓ ને ચીપકીને બેસી ગયા. સૌ શાંત. કોઈ ન હલન ચલન શાંતિ અને અહિંસા. વડ કાપનાર ઓ ડઘાઈ ગયા. તેઓને સમજાયું નહીં કે અચાનક આ શું થયું? આવું મશીનો મૂકીને દૂર હટી ગયા. બાળકોને તો આ જોવાની મજા પડી. બધા પક્ષીઓ મદદ તે આવ્યા. અને એકબીજા ના હાથ ની સાંકળ રચી વડને વીટળાઈ વળ્યા.
                   મોર કળા કરતો સૌની આગળ આવીને ઉભો રહી ગયો. જાણે કહેતો હોય લો કાપો હવે વડ.
વડ કાપનાર ઓ એ સૌને હટાવવા ખૂબ કોશિશ કરી. ડરાવ્યા. ધમકાવ્યા જોરજોરથી અવાજો કર્યા. તોપણ બધા હટે નહીં કલાકો વીતી સાંજ પડી. ન પક્ષીઓ હટ્યા કે ન બાળકો તેવું ના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. સરકારના અધિકારીઓ પણ દોડી આવ્યા. સૌ પક્ષી અને બાળકોનો આ અનોખો સત્યાગ્રહ જોઈને અચંબિત થઈ ગયા હતા. અંતે સરકારે વડ કાપવાનો નિર્ણય રદ કર્યો. અને સડક બીજે થી લઈ જવાનું નક્કી કર્યું. પછી ન રહી શાંતિ કે ધીરજ. પક્ષીઓ બાંદ્રા વો અને બાળકોના કોલાહલથી આખું વાતાવરણ ગાજી ઊઠ્યું. વિજયની ખુશીમાં સૌનાચી ઊઠ્યા. વાંદરા ભાઈઓએ તો મોરને ખભા પર ઉચકી લીધો અને સૌ બોલી ઉઠ્યા" ગાંધી બાપુ ની જય! ગાંધી બાપુ ની જય!"
                    વાર્તાકથન નો દ્રષ્ટિકોણ
                  મારા મન મુજબ પ્રસ્તુત વાર્તા' વડલો' એ તૃતીય પુરુષ દ્રષ્ટિકોણનો છે. પ્રસ્તુત વાર્તા વડલો વાર્તાકથન એ લેખક પોતે જ લખે છે. આ વાર્તા એક કાલ્પનીક ઘટના છે. લેખક વાર્તા સુંદર રીતે લખ્યું છે. લેખકે વાર્તામાં એક સુંદર વિચાર રજૂ કર્યો છે. કે જ્યારે આપણે એક થઈને કોઈ કાર્ય કરીએ તો વિજય થઈ એ.
                     જીવનમૂલ્યો
                 પ્રસ્તુત વાર્તા' વડલો' માં જીવનમૂલ્યો ખૂબ જ સારી રીતે લેખકે વર્ણવ્યું છે. આ વાર્તા કાલ્પનિક હોવા છતાં પણ તેમાંથી જે જીવનમૂલ્યો પ્રગટ થાય છે તે ખૂબ જ ઉચ્ચ છે. જે આ વાર્તા પ્રગટ થાય તે માનવી એ અપનાવે તો તેના જીવનમૂલ્યો ખૂબ જ વધે છે. એવું હું માનું છું. જે રીતે આ વાર્તામાં એક મુસીબતના સમયે એકબીજાના સાથે મળીને અહિંસા અને સત્યના માર્ગે બધા પક્ષીઓ અને પ્રાણીઓ મળીને જે રીતે વડ ને બચાવવા માટે જે રીતે અહિંસાના માર્ગે જાય છે. અને વિજય મેળવે છે.
               જ્યારે સરકારે વડ આપવાનો નિર્ણય રદ કર્યા અને સડક બીજે થી લઇ જવાનું નક્કી કર્યું. ત્યારે પછી ન રહી શાંતિ કે ધીરજ પક્ષીઓ વાંદરાઓ અને બાળકોનો કોલાહલથી આખુ વાતાવરણ ગાજી ઉઠયું. વિજયની ખુશીમાં સૌ નાચી ઉઠયા અને ઘટના પરથી આપણે જીવનના મૂલ્યો ખૂબ સારી રીતે જોઈ શકાય છે.
                    શૈક્ષણિક વિચાર
                પ્રસ્તુત વાર્તા વડલા માં જે શૈક્ષણિક વિચાર રજુ થાય છે. તે આ છે. કે વૃક્ષનું જો આપણે નુકસાન કરીએ તો આપણો સમાજનો પણ નુકસાન થશે. અને જો વૃક્ષ ઘટે તો વાતાવરણમાં પ્રદૂષણથી બગડી જશે. તેમજ કોઈપણ દુઃખ સમસ્યાના સમયે એક સાથે સત્યના માર્ગે ચાલીએ તો વિજય થઈ શકીએ.: 

પુસ્તક સમીક્ષા:"મળેલા જીવ"

              શીષૅક: મળેલા જીવ
પ્સ્તાવના
   પન્નાલાલ પટેલ ના પુસ્તક માટે પ્રસ્તાવના લખવા માટે લેખક થોડું ભય પમાડનારુ કામ સમજે છે. તેમના ભયને ઉમાશંકર એ વિગતો પૂછાવીને તેમનો જવાબ મળ્યો. અને પન્નાલાલ પટેલ એ પોતાના ભૂલ માંથી પણ બચીને જવાબ પ્રસ્તુત કરે છે.
          પન્નાલાલ પટેલ વિવેચકો ને સલાહ આપતા જોઈ શકાય છે. તેઓ કહે છે કે કૃતિ અને માત્ર કૃતિ નું જ મહત્વ સાહિત્યરસિકો ના મનમાં તો વસવું જોઈએ.
મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે.
મળેલા જીવ  લેખકપન્નાલાલ પટેલઅનુવાદકરાજેશ આઈ. પટેલદેશભારતભાષાગુજરાતીપ્રકારનવલકથાપ્રકાશકસંજીવની પ્રકાશનપ્રકાશન તારીખ૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪માં)પાનાંઓ૨૭૨ (ગુજરાતી આવૃત્તિ, ૨૦૪)ISBN978-93-80126-00-5OCLC ક્રમાંક21052377દશાંશ વર્ગીકરણ891.473
કથાસાર
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.
મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.
સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.
મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.
લેખન  શૈલી
                મારા મંતવ્ય મુજબ લેખન શૈલી સાહિત્યક છે. અને આ પુસ્તક ને સાધારણ માણસ પણ પુસ્તક વાચી શકે 
તેવી લેખકની લેખન શૈલી છે. એવું હું માનું છું.
                કેમ કે લેખક પન્નાલાલ પટેલ એ પોતાની બધી રચનાઓ પ્રાદેશિક છે. જે લોકો માટે સરળ રીતે વાચી શકે છે.
સાંપ્રત સમય સાથે અનુબંધ:
                  પનાલાલ પટેલ ના પુસ્તક મળેલા જીવ સાપરા સમય સાથે અનુબંધ ધરાવતું નથી. તે સમયનો પ્રેમનું આલેખન જોઈ શકાય છે. જે બીજી નાતના વ્યક્તિ સાથે પરણી નહી શકે. પરંતુ આજના સમયમાં તેમ નથી. થોડુંક બદલાયેલું છે. એવું મને લાગે છે.    
પુસ્તકમાં ગમતી બાબતો:
                  પન્નાલાલ પટેલ ની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પોતાની પ્રેમીકાને જે ગાડી થઈ ગઈ છે. તેને જોઈને નાયક કાનજી તેને પોતાની સાથે લઈ જાય છે. તે વાત મારા હૃદયને સ્પર્શી એવું મને લાગે છે.
મળેલા જીવ ના પાત્રો:
                    પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં બહુ થોડા પાત્રો દ્વારા બહુ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી છે. તે મને બહુ ગમે છે. કાનજી ,  જીવી, ધૂળો, ભગત, હીરા વગેરે પાત્રો અત્યંત ઉઠાવદાર બન્યા છે.
પુસ્તકની વિશેષતા:
                       પન્નાલાલ પટેલની મળેલા જીવ ની વિશેષતા મને નવલકથાના અંતે નાયક કાનજી જે ગાડી થયેલી પોતાની પ્રેમિકાને પોતાની સાથે લઈ જાય છે. આ પુસ્તક કંઈક અલગ વિશેષ તરી આવે એવું આ ઘટના મને લાગે છે.     

પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પુસ્તક માં ગમતી બાબતો

Tuesday, 2 July 2019

કાવ્ય સમીક્ષા

     શીર્ષક: જૂનું ઘર ખાલી કરતા
        ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.
                                                    બાલમુકુન્દ દવે
આંતરિક સમીક્ષા:
                       શાબ્દિક અર્થ
    
                  પ્રસ્તુત કાવ્યમાં જોઈ શકાય છે. જે દંપતી છે. તે એક મધ્યમવર્ગના છે. આપણને કાવ્યના પ્રથમ શબ્દ ફંફોસ્યુ નો અર્થ એ થાય છે.કે કોઈપણ માણસ પોતાના જુના ઘર ખાલી કરે ત્યારે જ્યારે પોતાની દરેક વસ્તુઓ કાળજીપૂર્વક શોધીને ભેગી કરી લે છે. આથી પ્રસ્તુત કાવ્ય ના કવિ ફંફોસ્યુ શબ્દ સમુચિત રીતે પ્રયોજ્યો છે. કાવ્ય નાયક જૂનું ઘર ખાલી કરે છે. અને જૂનું ઘર ખાલી કરતા જૂનું ઝાડું, ટુથબશ, લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટીન નું ડબલુ,કૂખકાણી,બાલદી, તૂટેલા ચશ્મા, બટન, ટાકણી ભંગારમાં વેચી દેવા જેવી વસ્તુઓ પણ કાળજીપૂર્વક ચીવટાઈ ઉપરાંત કોઈપણ વસ્તુનું કઈક મૂલ્ય હોય છે. તે હકીકત દર્શાવે છે. આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિને મન તુજ કે ફેંકી દેવા જેવી જ છે. છતાં તે બહુ ફેકી દેવા તૈયાર નથી. અને તેના પ્રતિ કાળજી દાખવે છે. કાવ્યના એક સામાન્ય ઘરનો કે મધ્યમ વર્ગના પ્રતિનિધિ છે. આથી તેઓ કરકસરના કારણે કે સ્વભાવ વંશજો કોઈપણ વસ્તુને સરાવે છે. આ પ્રકારના વહેવારથી આપણને થોડુંક હસવું પણ આવે છે. જૂનાગઢમાંથી બધી વસ્તુઓ ભેગી કરી લીધા પછી કાવ્યને પોતાના નામનું પાટિયું પણ લઈ લે છે. અને તે વ્યવહાર વ્યક્તિ તરીકે લારીમાં ઉંધુ મૂકી છે. અને પછી લારી ને વિદાય કરે છે.
                 
                  પ્રસ્તુત કાવ્યમાં શાબ્દિક અર્થ છે. એક મધ્યમ વર્ગનો માણસ પોતાના જુનુ ઘર ખાલી કરે છે. તેના મનમાં એક ખ્યાલ છે. કે ઘરમાં કઈ પણ છોડી ન દેવું જોઈએ.
                  વિષયવસ્તુ
           
             
પ્રસંગ આપણને સૌને પરિચિત છે – મધ્યમવર્ગની ઘરબદલીનો. છેલ્લે જતાં જતાં, કાંઈ રહ્યું તો નથી, ને એ વિચારે ખાલી થયેલા ઘર પર નજર ફરે છે, ને ત્યાં કવિતાની શરૂઆત થાય છે. મધ્યમવર્ગના કુટુમ્બની ઘરવખરીમાં બીજું હોય શું? ને છતાં ય જે હોય તેની માયા કેટલી! માટે કવિ યાદી આપે છે: જૂનું ઝાડું, ટૂથબ્રશ, સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, તળિયેથી કાણી ને માટે લગભગ નકામી થઈ ચૂકેલી બાલદી, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી ને સોયદોરો, આ બધું પણ સાથે લઈ લીધું; છેલ્લે બારણે લટકતું નામનું પાટિયું, તેય ઊંધું વાળીને – કારણ કે આ બધી ઘરવખરીની માલિકીની જાહેરાત આખે રસ્તે કરવા જેવું કાંઈ હતું નહીં – લારીમાં મૂકી દીધું. માણસ જેના જેના સમ્પર્કમાં આવે તે બધાની એને માયા લાગે. એ માયાને કારણે તુચ્છ ને નિરુપયોગી થઈ ગયેલી વસ્તુઓને પણ એ છોડી શકતો નથી; દારિદ્ર્ય જ માત્ર એ વસ્તુઓને લઈ જવાનું કારણ નથી.
આ ઘર તરફથી નજર ફેરવી લેતાં, એ ઘરમાં ગાળેલા એક દસકાના જીવન પરથી પણ જાણે નજર વાળી લેવા જેવું થાય છે; ને ત્યારે એ દસકાનું આખું જીવન યાદ આવી જાય છે: એ દામ્પત્યનાં પ્રથમ દસ વર્ષનો ગાળો હતો. એ ગાળા દરમિયાન દેવના વરદાન જેવા, ગમે તેવા ગરીબને પણ મહામૂલ્યવાન પુત્રની પ્રાપ્તિ થઈ – પણ પ્રાપ્તિ પછી બીજી પંક્તિમાં જ એની ખોટની વાત કરવાની રહી. જેને ખોળે બેસાડી રમાડ્યો ને લાડ લડાવ્યાં તેને આખરે અગ્નિને ખોળે સોંપવો પડ્યો! ક્યાં માતાપિતાનો ખોળો ને ક્યાં અગ્નિનો ખોળો! ને કુમળા બાળકને, કઠણ હૃદયે, એનાં માતાપિતાએ અગ્નિને ખોળે સોંપ્યો!
નકામી થઈ ગયેલી ઘરવખરી અને દેવના વરદાન જેવો પુત્ર – એમાં ઘરવખરીને તો લઈ જઈ શકાઈ પણ બાળકને તો નહીં લઈ જઈ શકાયો! આ વિધિની કેવી નિષ્ઠુરતા! ને બીજી રીતે જોઈએ તો મોંઘામાં મોંઘી વસ્તુ ખોયા પછી પણ તુચ્છમાં તુચ્છને પણ જતું નહીં કરી શકવાની કેવી લાચારી!
ઘરને છોડી જવાને પગ ઉપાડતાં જ આ બાળક જાણે કે એકાએક બોલી ઊઠે છે: અરે, યાદ તો કરી જુઓ, કશું ભૂલી તો નથી જતાં ને? ને પછી અધીર થઈને એ જ જાણે બોલી ઊઠે છે – અરે, તમને જૂનું ઝાડું યાદ આવ્યું, બોખી શીશી યાદ આવી, કાણી ડોલ સુધ્ધાં યાદ આવી ને હું જ નહીં?
આ પ્રશ્નના રણકારથી માતાપિતાની આંખમાં જાણે કાચની કણી પડી, ને પછીથી, ગયા વગર તો છૂટકો નહોતો જ માટે, પગ તો જવાને ઉપાડ્યા, પણ એ પગ ઉપર પુત્રવિયોગનું દુ:ખ લોઢાના મણીકાની જેમ ચંપાયું.
કાવ્યની શરૂઆત સાવ સામાન્ય લાગતી વિગતોથી કવિ કરે છે ત્યારે એ જ વિગતો ઘેરા કરુણની માંડણીરૂપ બની રહેવાની હશે એનો ખ્યાલેય નથી આવતો. તુચ્છ વસ્તુની આસક્તિ ને તેની જ સાથે અત્યન્ત દુર્લભ એવા રત્નને જ કાયમને માટે ખોઈને જવાની લાચારી – આ બેને સામસામે વિરોધાવીને રજૂ કરવાથી, વેદનાનો વલોવાટ ઘૂંટ્યા વિના વેધક કરુણને સિદ્ધ કરી શકાયો છે. છેલ્લી બે પંક્તિમાં જ કવિએ અનાયાસ પ્રાસ સિદ્ધ કર્યો છે ને તે સાભિપ્રાય છે. એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે! આમ અત્યન્ત પરિચિત એવા ભાવનું નિરાડમ્બરી છતાં વેધક આલેખન અહીં સુભગ રીતે સિદ્ધ થયું છે.
                 
                        ગર્ભિત અર્થ
     
                 પ્રસ્તુત કાવ્યમાં ગર્ભિત અર્થ છે કે જ્યારે નાયક અને તેમની પત્ની બધી વસ્તુઓ લાવવી માં મુકી ને ઘર ની રાતે જોઇ રહ્યા હતા. ત્યારે તે ઘરમાં વિતાવેલા સમયને યાદ કરે છે અને તે સમયમાં તેમને જે પુત્ર પ્રાપ્તિ થઈ હતી પણ તેનું આનંદ લાંબો ન ચાલ્યો અને પુત્રનું અવસાન થયો છે. તે યાદ કરતા દંપતીઓના આંખ ભીના થતા નથી. પણ આંખમાં કાંચ ની તીણી કનિકા ઘૂસી ગઈ હોય એવું એક અનુભવ થાય છે. અને તેઓ ઉપાડેલા પગ આગળ લઈ પણ જઇ શકતા ન હતા.
                    સાહિત્યિક વિશ્લેષણ
                   પ્રસ્તુત કાવ્યમાં જોઈ શકાય છે. સાહિત્યિક વિશ્લેષણ એ છે કે અત્યંત સામાન્ય કહી શકાય એવા એક રોજ-બ-રોજ નો અનુભવ આ કાવ્યમાં છે. કવિ આ અનુભવને અને એ અનુભવની સાથે સંકળાયેલા એક સંવેદન અને જ્યારે સોનેટ કાવ્ય સ્વરૂપમાં અવતારી છે. ત્યારે એ અનુભવો અને એ સંવેદન કેવા કલાત્મક રીતે અવતરે છે. કભી આખી વાતની જે રીતે નાટ્યાત્મક પરિણામ આપે છે. તેના લીધે અંતની ચોટ અને આંતર વળાંક તીવ્ર કરુણ અનુભૂતિની ગહનતાનો કરાવે છે. કભી તરુણ ની આંખ અનુભૂતિ કરાવવા માટે છંદ પસંદ કર્યો છે મંદાક્રાન્તા.
                     સાંપ્રત સમય સાથે સુસંગતતા
                    પ્રસ્તુત કાવ્યની સાંપ્રત સમય સાથે સુસંગતતા ધરાવે છે. આજે પણ કોઈ વ્યક્તિ પોતાના ઘર ખાલી કરતો હોય ત્યારે તેને થતી વેદના નો વર્ણન આપણે આ કાવ્યમાં જોવા મળે છે. ઘર ખાલી કરતાં જે પરિસ્થિતિ સર્જાય તેનું વર્ણન કાવ્ય સુંદર રીતે કરી છે.